Home / Career : Application starts for SSC Stenographer Grade C and D

JOB / SSC સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, અહીં જાણો સંપૂર્ણ વિગતો

JOB / SSC સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, અહીં જાણો સંપૂર્ણ વિગતો

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને Dની ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડીને ભરતીની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર, આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 26 જૂન 2025 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ssc.gov.in ની સત્તાવાર વેબસાઈટ પર જઈને નિર્ધારિત તારીખોમાં અરજી કરી શકે છે. પરીક્ષા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 27 જૂન છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કરેક્શન વિન્ડો

જો ઉમેદવારો અરજી કરતી વખતે ભૂલ કરે છે, તો તેઓ તેમાં કરેક્શન કરી શકશે. SSC દ્વારા 1થી 2 જુલાઈ દરમિયાન કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે.

લાયકાત અને માપદંડ

આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મુ પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે, ગ્રુપ Dની જગ્યાઓ માટે અરજી કરવા માટે ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ અને ગ્રુપ C માટે, અંગ્રેજીમાં 40 મિનિટ અને હિન્દીમાં 55 મિનિટ હોવું જોઈએ.

વય મર્યાદા

ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર ગ્રેડ C માટે 30 વર્ષ અને ગ્રેડ D માટે 27 વર્ષ છે. રિઝર્વ કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને નિયમો મુજબ ઉપલી વયમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2025ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરી શકો છો?

આ ભરતી માટે અરજી કરવા, ઉમેદવારોએ પહેલા SSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરવું પડશે. OTR પછી, ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પર જઈ શકે છે અથવા SSCની મોબાઈલ એપ્લિકેશનથી અરજી ફોર્મ ભરી શકે છે. બધા ઉમેદવારોએ અરજી સાથે કેટેગરી મુજબ ફી (જો લાગુ હોય તો) ચૂકવવાની રહેશે. ફી વગર ભરેલા ફોર્મ સ્વીકારવામાં નહીં આવે.

અરજી ફી કેટલી હશે

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી કરતી વખતે ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ભરતી માટે SC, ST અને મહિલા ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે. ફોર્મમાં કરેક્શન કરવા માટે, પહેલીવાર 200 રૂપિયા અને બીજીવાર કરેક્શન કરવા માટે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.

Related News

Icon