ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવે શુક્રવારે સવારે ભારતીય શેરબજારને હચમચાવી દીધું. BSE સેન્સેક્સ 800 અંકથી વધુ ગગડીને 79,925ની આસપાસ ટ્રેડ કરતું જોવા મળ્યું, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 24,050ના મહત્ત્વના 200 DEMA સપોર્ટને તોડીને 23,935 પર પહોંચ્યું. જોકે, કેટલાક વેલ્યૂ બાયિંગના કારણે નિફ્ટી 24,000ની નજીક પહોંચ્યું, પરંતુ તે હજુ પણ તેના સપોર્ટ લેવલથી નીચે છે. બેન્ક નિફ્ટીમાં પણ ભારે વેચવાલી જોવા મળી, જે 53,595 પર ખુલીને 53,525.50ના નીચલા સ્તરે ફસડાઈ ગયું. શેરબજારના ગગડવાથી રોકાણકારોની ચિંતાઓ વધી છે. તો આખરે શેરબજાર ગગડવાનાં મુખ્ય કારણો શું છે. આવો જાણીએ.
ભારત-પાકિસ્તાન યુદ્ધની આશંકા
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાઓના જવાબમાં ભારતે કરેલી કાર્યવાહીથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે બજારને પહેલાં મર્યાદિત સર્જિકલ સ્ટ્રાઈકની આશા હતી, પરંતુ હવે તણાવ લાંબો ખેંચાતો જોવા મળી રહ્યો છે. પહેલગામ આતંકી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર બાદ આ તણાવ વધવાથી બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેના કારણે 9 મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો.

ભારત-અમેરિકા વેપાર વાતચીતમાં સુસ્તી
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર કોઈ ખાસ પ્રગતિ ન થવાથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. ટેરિફને લઈને અનિશ્ચિતતા યથાવત છે, જેના કારણે રોકાણકારો જોખમી શેરથી દૂરી બનાવી રહ્યા છે. રોકાણકારોનો આ જ ડર શુક્રવારે બજારમાં જોવા મળ્યો.