ભારતની કંપની ચીન સાથે સ્પર્ધા કરશે
દુર્લભ મેગ્નેટ (ચુંબક) એકમાત્ર ક્ષેત્ર નથી જેમાં ચીન વૈશ્વિક સ્તરે પ્રભુત્વ ધરાવે છે. તે ઇલેક્ટ્રિક વાહનના બેટરી સેલના બે અન્ય મહત્વપૂર્ણ ઘટકોને પણ નિયંત્રિત કરે છે. આ ઘટકો છે - લિથિયમ-આયન બેટરી માટે જરૂરી ગ્રેફાઇટ એનોડનું ઉત્પાદન, તેમજ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી બનાવવા માટે કેથોડ પાવડર. એક ભારતીય કંપની, એપ્સીલોન એડવાન્સ્ડ, આ બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે.

