
Surendranagar News: ગુજરાતમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં સુરેન્દ્રનગરમાંથી ફરી નોકરી આપવા બાબતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં 5 ઈસમોએ ભેગા મળી પ્રેસમીડિયામાં નોકરી આપાવાનું કહી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ધડાકો થયો છે. વિશ્વાસ શુક્લ સહિત 5 ઈસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, પ્રેસમાં નોકરી તથા નારાયણદેવ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રોફેસર બનાવવાનું કહી પાંચ શખ્સોએ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જેને લઈને ભોગ બનનારે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોટા નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવ્યા હોવાનો પણ ધડાકો કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર બી - ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.