ઓસ્ટ્રેલિયાએ 2025-26 માટે તેના સ્થાનિક આંતરરાષ્ટ્રીય શેડ્યૂલની જાહેરાત કરી છે. જેમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રવિવારે (30 માર્ચ) તેના ઘરઆંગણે 10 ઓગસ્ટથી શરૂ થતા આંતરરાષ્ટ્રીય શેડ્યૂલની જાહેરાત કરી છે. જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂર્ણ કર્યાના થોડા અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયા ઉત્તર ઓસ્ટ્રેલિયાના ડાર્વિન, કેર્ન્સ અને મેકેમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચ રમશે. મેકે પહેલીવાર ઓસ્ટ્રેલિયન પુરૂષ ટીમની મેચનું આયોજન કરશે. ડાર્વિન 17 વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરશે.

