
Tapi News: તાપીમાંથી પોલીસની ખાખી વર્દીને અશોભનીય દ્રશ્ય સામે આવ્યું છે. તાપી જિલ્લામાં કુકરમુંડા પોલીસની અમાનવતા સામે આવી છે. કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આદિવાસી યુવકને નિઃવસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો. કુકરમુંડા ગામનો યુવક પવન પાડવી ફરવા નીકળ્યો ત્યારે તારી વિરુદ્ધ અરજી આવી છે કહી પોલીસ કર્મચારી પોલીસ મથકે લઈ ગયો હતો.
સમગ્ર મામલે પીડિત યુવકે અરજી કરી હતી જેમાં અમાનવીય કૃત્ય શબ્બીરખાન આલમખાન બેલમ નામના કર્મચારી દ્વારા કરાયું હોવાનો ઉલ્લેખ હતો. પીડિત યુવક દ્વારા અરજી અપાયા બાદ આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી. પીડિત યુવકને નિઃવસ્ત્ર કરી પોલીસની લાકડી લઈ ઊભેલા કર્મચારીનો વીડિયો વાયરલ થયો હતો. તાપી પોલીસની દાદાગીરી કુકરમુંડા ગામમાં સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.