ઈરાન-ઈઝરાયલ યુદ્ધ શાંત થયા બાદ હવે ફરી ટેરિફ યુદ્ધ ચર્ચામાં આવી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ દુનિયાભરના દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે. જે બાદ કેટલાક દેશો સાથે અમેરિકાએ સમજૂતી કરી છે. જે દેશો સાથે સમજૂતી ના થઈ શકી તેમના પર વારાફરતી ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી રહી છે. સોમવારે અમેરિકાએ 14 દેશોને ટેરિફનો પત્ર પાઠવ્યો છે.

