Home / India : Election preparations begin in Bihar

બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરુ, તમામ 243 બેઠકો પર સાથે મળીને લડશે મહાગઠબંધન

બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરુ, તમામ 243 બેઠકો પર સાથે મળીને લડશે મહાગઠબંધન

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ પહેલા રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે આજે રવિવારે (4 મે, 2025) પટનામાં ત્રીજી વખત મહાગઠબંધનમાં સામેલ પક્ષના નેતાઓની ત્રીજી મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, 'અમે 20 મેના રોજ કામદારોની હડતાળને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.' જ્યારે બેઠક બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, 'મહાગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે અને બિહારની તમામ 243 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે.' વિકાસશીલ ઈન્સાન પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ મંત્રી મુકેશ સહનીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને સમાજવાદી નેતાઓની મોટી જીત ગણાવી હતી. જો કે, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ જોવા મળી રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon