Pahalgam terror attackઃ જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓના ભયાનક હુમલા બાદ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ હુમલા બાદ ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જવાનો દ્વારા ઓવર ગ્રાઉન્ડ વર્ક્સ તેમજ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શોધી શોધીને પકડવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળના જવાનો એક પછી એક વિસ્તારો અને જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સાથે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. ખીણમાં ચોતરફ બંદોબસ્તની સાથે તમામ પોઈન્ટો પર વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

