પુત્ર એડિસન-માતા નેન્સી. માતાએ પુત્રને સ્કૂલમાં ભણવા દાખલ કરાવ્યો. એડિસનનું ધ્યાન વર્ગમાં રહેતું- ન હતું. તે સંશોધનપ્રવૃત્તિના વિચારોમાં રચ્યોપચ્યો રહેતો હતો. નિશાળના શિક્ષણની અસર થતી ન હતી. ખૂબ કંટાળીને શિક્ષકે એક બંધ પત્ર એડિસનને આપ્યો. અને કહ્યું કે આ પત્ર તારી મમ્મીને આપજે. તેમાં શિક્ષકે માતાને તેના પુત્રની ફરિયાદ કરી હતી અને તેને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. માતાએ ચિઠ્ઠી વાંચી નિરાશ થયાં પણ નિરાશા દબાવીને હસતુ મોં રાખ્યું. એડિસને પૂછયું, 'મમ્મી, ચિઠ્ઠીમાં સાહેબે શું લખ્યું છે? મારી કશી ફરિયાદ કરી છે.'

