Home / Sports / Hindi : RCB won thrilling match by 2 runs against CSK

RCB vs CSK / જીતેલી મેચ હાર્યું ચેન્નાઈ, રોમાંચક મુકાબલામાં 2 રનથી જીતી બેંગલુરુની ટીમ

RCB vs CSK / જીતેલી મેચ હાર્યું ચેન્નાઈ, રોમાંચક મુકાબલામાં 2 રનથી જીતી બેંગલુરુની ટીમ

ગઈકાલે IPL 2025 52મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 2 રને હરાવ્યું હતું. RCBએ પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા, જેના જવાબમાં CSKની ટીમ 20 ઓવરમાં ફક્ત 211 રન જ બનાવી શકી. આ સાથે, RCB એ IPL 2025ના પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. 17 વર્ષીય આયુષ મ્હાત્રેએ આ મેચમાં 94 રનની ઈનિંગ રમી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાના અણનમ 77 રનની ઈનિંગ રમી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

CSKને 214 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેણે ઝડપી શરૂઆત કરી. શેખ રશીદે ફક્ત 14 રન બનાવ્યા, પરંતુ 17 વર્ષના આયુષ મ્હાત્રે સાથે મળીને, તેણે CSKને માત્ર 4.3 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરાવ્યો હતો. જ્યારે સેમ કરન વધુ સમય સુધી ક્રીઝ પર ન ટકી શક્યો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

CSK એ 58 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી આયુષ મ્હાત્રે અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. મ્હાત્રે 48 બોલમાં 94 રન બનાવીને આઉટ થયો હતો, જો તેમણે 6 વધુ રન બનાવ્યા હોત તો તે IPL ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડીમાં બીજા નંબર પર પહોંચ્યો હતો. તેણે 94 રનની વિસ્ફોટક ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. મ્હાત્રે અને જાડેજા વચ્ચે 114 રનની પાર્ટનરશિપ થઈ હતી.

જાડેજા-મ્હાત્રેની મહેનત વ્યર્થ ગઈ

જ્યાં સુધી આયુષ મ્હાત્રે અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા, ત્યાં સુધી CSKની જીત નિશ્ચિત લાગતી હતી. મ્હાત્રે 94 રનના સ્કોર પર આઉટ થયા બાદ જાડેજાએ બાજી સંભાળી. તે અંત સુધી ક્રીઝ પર રહ્યો, પરંતુ 45 બોલમાં 77 રનની તેની અણનમ ઈનિંગ CSKને મદદ ન કરી શકી. એમએસ ધોની ફરી એકવાર ફ્લોપ સાબિત થયો કારણ કે તે મેચ પૂરી કરતા પહેલા 12 રન બનાવીને આઉટ થયો હતો.

યશ દયાલની રોમાંચક ઓવર

છેલ્લી ઓવરમાં CSKને જીતવા માટે 15 રનની જરૂર હતી. પહેલા બે બોલ પર એક રન આવ્યો, પણ પછી યશ દયાલે ત્રીજા બોલ પર ધોનીને LBW આઉટ કર્યો. ચોથો બોલ નો-બોલ હતો, જેના પર શિવમ દુબેએ છગ્ગો ફટકારીને મેચ CSKના પક્ષમાં કરી, પરંતુ છેલ્લા 2 બોલમાં મેચ પલટવાની તૈયારીમાં હતી. યશ દયાલે છેલ્લા 2 બોલમાં ફક્ત 2 રન આપ્યા, જેના કારણે RCBને 2 રનથી રોમાંચક જીત મળી હતી.

Related News

Icon