દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ઉજવવામાં આવે છે. મ્યુઝિયમ દિવસની ઉજવણીનો હેતુ મ્યુઝિયમોના મહત્ત્વ અને ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. મ્યુઝિયમ એક એવી જગ્યા છે જ્યાં કોઈ દેશ તેની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ભૂતકાળની યાદોના અવશેષો અને કલાકૃતિઓને સાચવે છે. દુનિયાભરમાં ઘણા મોટા, ખૂબ જૂના અને લોકપ્રિય મ્યુઝિયમો છે. ભારતમાં પણ ઘણા પ્રાચીન અને પ્રખ્યાત સંગ્રહાલયો છે જે આપણી સભ્યતા, કલા, વિજ્ઞાન અને પરંપરાઓની ઝલક રજૂ કરે છે. જો તમને મુસાફરીનો શોખ છે અને તમે દેશના વારસાને નજીકથી સમજવા માંગતા હોવ, તો ચોક્કસપણે આ ભારતના આ પ્રખ્યાત મ્યુઝિયમોની મુલાકાત લો.

