Home / Lifestyle / Travel : Important documents to carry with you on International Trip

Travel Tips / ઈન્ટરનેશનલ ટ્રિપ પર જતી વખતે સાથે રાખો આ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ, મુસાફરીમાં નહીં આવે કોઈ મુશ્કેલી

Travel Tips / ઈન્ટરનેશનલ ટ્રિપ પર જતી વખતે સાથે રાખો આ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ, મુસાફરીમાં નહીં આવે કોઈ મુશ્કેલી

ઈન્ટરનેશનલ ટ્રિપ પર જવાનું એક રોમાંચક અનુભવ છે, પરંતુ આ માટે યોગ્ય ડોક્યુમેન્ટ્સ હોવા પણ મહત્ત્વપૂર્ણ છે. આ ડોક્યુમેન્ટ્સ વિના, મુસાફરી કરવામાં સમસ્યા આવી શકે છે. જોકે, ઘણી વખત મુસાફરી કરતી વખતે, લોકો નાની નાની બાબતોને અવગણે છે, જેના કારણે તેમને એરપોર્ટ અથવા વિદેશમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તો જો તમે પણ ઈન્ટરનેશનલ ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો હંમેશા આ 5 મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રાખો, જેથી તમારી સફર કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે. ચાલો જાણીએ કે કયા ડોક્યુમેન્ટ્સ હંમેશા તમારી સાથે રાખવા જોઈએ.

પાસપોર્ટ

ઈન્ટરનેશનલ ટ્રિપ માટે પાસપોર્ટ સૌથી મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. માન્ય પાસપોર્ટ વિના, તમે કોઈપણ દેશમાં પ્રવેશી નથી શકતા. તેથી, કોઈપણ સફર પર જતા પહેલા, ધ્યાનમાં રાખો કે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોવો જોઈએ. પાસપોર્ટમાં ઓછામાં ઓછા 2-4 ખાલી પેજ હોવા જોઈએ, જેથી વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી શકાય. ઉપરાંત, તમારા પાસપોર્ટની એક કે બે નકલો તમારી સાથે રાખો અને ફોનમાં તેની ડિજિટલ કોપી પણ રાખો.

વિઝા

પાસપોર્ટ પછી વિઝા બીજું સૌથી મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. કેટલાક દેશોમાં વિઝા-ઓન-અરાઈવલની સુવિધા હોય છે, પરંતુ મોટાભાગના દેશો માટે તમારે અગાઉથી વિઝા મેળવવા પડે છે. તમારા વિઝાના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો, જેમ કે વિઝા કેટલા સમય માટે માન્ય છે, તમે ત્યાં કેટલો સમય રહી શકો છો, વગેરે. જો તમારી કનેક્ટિંગ ફ્લાઈટ બીજા દેશની છે, તો ચેક કરો કે તમને ટ્રાન્ઝિટ વિઝાની જરૂર છે કે નહીં.

આઈડી પ્રૂફ

હોટેલ બુકિંગ, કરન્સી એક્સચેન્જ અથવા ઈમરજન્સીના સમયમાં તમને પાસપોર્ટ સિવાય વધારાના આઈડી પ્રૂફની જરૂર પડી શકે છે. તેથી આમાંથી એક ડોક્યુમેન્ટ તમારી સાથે રાખો.

  • ડ્રાઈવિંગ લાઈસન્સ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • વોટર આઈડી કાર્ડ

બુકિંગ પ્રૂફ

એરપોર્ટ અને ઈમિગ્રેશન પર, તમને ઘણીવાર હોટેલ બુકિંગ, ફ્લાઈટ ટિકિટ અને ટ્રાવેલ આઈટેનરીના પુરાવા માટે પૂછવામાં આવે છે. તો તેમને પ્રિન્ટ અને ડિજિટલ બંને ફોર્મેટમાં રાખો.

  • ફ્લાઈટ ટિકિટ, રિટર્ન ટિકિટ
  • હોટલ બુકિંગ કન્ફર્મેશન
  • ટૂર પેકેજની વિગતો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

ઘણા દેશોમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, ખાસ કરીને શેંગેન વિઝા માટે. તે તમને મેડિકલ ઈમરજન્સી, ફ્લાઈટ કેન્સલેશન અથવા ખોવાયેલા સામાનના કિસ્સામાં નાણાકીય સુરક્ષા આપે છે. શેંગેન વિઝા પોલિસીમાં કવરેજની રકમ અને શરતો કાળજીપૂર્વક વાંચો. ઉપરાંત, શેંગેન વિઝા કંપનીનો ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર તમારી સાથે રાખો.

આ ટિપ્સ પણ કામમાં આવશે

  • તમારા બધા ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી સાથે રાખોઅને સ્કેન કરેલી નકલો ક્લાઉડ સ્ટોરેજમાં રાખો.
  • કેટલાક દેશોમાં, કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ અથવા PCR ટેસ્ટ રિપોર્ટની જરૂર પડી શકે છે, તેથી અગાઉથી તેના વિશે જાણી લો.
  • તમારા દેશના એમ્બેસીનો કોન્ટેક્ટ નંબર અને સરનામું નોંધી લો.
Related News

Icon