ટેરિફ પ્રશ્ને ટ્રમ્પ પાસેથી વધુમાં વધુ છૂટછાટો મેળવવા જાપાન પ્રયત્નો કરી રહ્યું છે. તે માટે વિચાર વિમર્શ કરવા જાપાનનું પ્રતિનિધિ મંડળ વૉશિંગ્ટન પહોંચ્યું છે. વાસ્તવમાં આટલા ઊંચા ટેરીફે જાપાનનાં અર્થતંત્ર ઉપર પણ અસર કરી છે. અમેરિકા અને જાપાનમાં પ્રતિનિધિ મંડળો તે અંગે મંત્રણા કરી રહ્યા હતા. ત્યારે પ્રમુખ ટ્રમ્પ સહજ રીતે જ પહોંચ્યા હોય તેમ તે મંત્રણા ખંડમાં પહોંચી ગયા હતાં. અમેરિકા તરફથી નાણા મંત્રી સ્કોટ બિસ્સેન્ટ વાણિજ્ય મંત્રી હાવર્ડ વ્યુહનિક તેમ જ અમેરિકાના ટોચના આર્થિક સલાહકારો ઉપસ્થિત હતા.

