10% Tariff on BRICS Countries: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં આયોજિત BRICS Summit 2025માં ભાગ લીધો હતો, તો બીજી તરફ, હવે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ધમકી આપી છે. સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિએ BRICS દેશો વિશે એક મોટું નિવેદન આપીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ દેશ BRICS ની 'અમેરિકન વિરોધી નીતિઓ' સાથે જોડાશે તેની પાસેથી વધુ 10% ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદન તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર શેર કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'જે પણ દેશ BRICS ની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાની 10% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!'

