
Donald Trump News : ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓની સેકન્ડ ટર્મ મજબૂત આર્થિક એજન્ડા સાથે શરૂ કરી, પરંતુ તેઓનાં વહીવટી તંત્રે ઘણો નિમ્ન વળાંક લીધો છે. રોઇટર્સ/ઇપ્સોસનો છેલ્લો સર્વે દર્શાવે છે કે, ટ્રમ્પે પદભાર સંભાળ્યો તે પૂર્વે લાખ્ખો અમેરિકનો માનતા હતા કે તેવો અને તેમનું વહીવટીતંત્ર ફૂગાવો અને મંદીના પ્રશ્નો હલ કરી શકશે. પરંતુ 100 દિવસનાં તેઓનાં તંત્રનાં લેખાં જોખાં આશ્ચર્યજનક નીચો વળાંક દર્શાવે છે.
પ્રશ્ન તે છે કે 100 દિવસ જ શા માટે ? તો તેનું કારણ તે છે કે તે સમય એટલો સ્પષ્ટ છે કે તે દરમિયાન કોઈ પણ પ્રમુખે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ વિષે સ્પષ્ટ માહિતી મળી શકે છે. સ્પષ્ટ ગણતરી પણ માંડી શકાય છે. આ સિદ્ધાંત માત્ર અમેરિકાના પ્રમુખને જ નહીં કોઇ પણ સરકારના વડા કે કોઈપણ સેલિબ્રિટીની કાર્યવાહીને લાગુ પડે છે.
અમેરિકન અર્થતંત્રને ગતિશીલ કરવામાં નિષ્ફળ
ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં ઘણાં ઘણાં વચનો આપી દીધાં. તેમાં મહત્ત્વનું વચન અમેરિકન અર્થતંત્રને ગતિશીલ કરવાનું હતું, જે કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. માત્ર 37 ટકા જ અમેરિકનો માને છે કે, તેઓ યોગ્ય માર્ગે ચાલે છે તેમ આ સર્વે દર્શાવે છે.
ટ્રમ્પે પદભાર સંભાળ્યો ત્યારે 42 ટકા અમેરિકનો માનતા હતા કે ટ્રમ્પ બરોબર કામ કરે છે. જોકે આવું માનનારા લોકોમાં 100 દિવસમાં જ સીધો 5 ટકાનો ઘટાડો થયો છે. તેઓનું રેટિંગ જનસામાન્યમાં 37 ટકા રહ્યું છે. આનું કારણ વધતો જતો ફુગાવો વધતી જતી મોંઘવારી અને વધતી જતી બેરોજગારી છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.