શ્રી ઉમિયા માતાજી સૃષ્ટિની સર્વશક્તિમાન દેવીસ્વરૂપ છે. સરસ્તવી, લક્ષ્મી તથા કાળકા માતાજી પણ તેમના જ અવતાર છે. જ્યારે જ્યારે આસુરી તત્ત્વોએ જગતમાં માથું ઉંચું કર્યું છે ત્યારે ધર્મની રક્ષા માટે વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ શાંતિ તથા ધર્મની સ્થાપના કરી છે. કહેવાય છે કે ભોળા ભગવાન મહાદેવે સ્વહસ્તે દેવીશ્રી ઉમિયાજીની સ્થાપના કરી ત્યારથી આ સ્થળ ઉમાપુર નામથી ઓળખ પામ્યું છે. સમયાંતરે નામનો અપભ્રંશ થતા આ સ્થળ આજે ઊમા તરીકે ઓળખાય છે.

