વૈભવ સૂર્યવંશી... દુનિયા કદાચ હવે આ નામ ક્યારેય નહીં ભૂલે. આ યુવક જે ફક્ત 14 વર્ષનો છે, તેણે IPL 2025માં એવો કારનામો કર્યો છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 11 છગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 265થી વધુ હતો. સૂર્યવંશીએ પોતાની ઇનિંગ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ તોડ્યા હતા, રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

