મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી અમેન્ડમેન્ટ બિલની જોગવાઈ હેઠળ સામાન્ય સંજોગોમાં 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી હોય છે પરંતુ વલસાડની એક 14 વર્ષીય સગીરા કે જે ખુદ તેના પાડોશી દ્વારા જ દુષ્કર્મનો ભોગ બની હતી અને 26 સપ્તાહથી વધુનો ગર્ભ ધરાવી રહી હતી, તેને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના હુકમ મારફતે મંજૂરી આપી હતી.

