એક અમેરિકન કંપનીએ નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ કંપનીનો એક સમયે ઓનલાઈન વ્યવસાયમાં સૌથી મોટો હિસ્સો હતો, પરંતુ આજે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ કંપની CareerBuilder અને Monster છે, જે ગયા વર્ષે મર્જ થઈ ગઈ અને એક કંપની બની ગઈ. તેણે મંગળવારે પ્રકરણ 11 હેઠળ નાદારી સુરક્ષા માટે અરજી કરી અને કહ્યું કે તે તેનો વ્યવસાય વેચવાની યોજના ધરાવે છે.

