
- શોધ સંશોધન
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) હવે તમારા પ્રવાસની સ્ટાઇલ બદલી નાંખશે. તમારે પ્રવાસન સ્થળો વિશે લોકો સાથે ચર્ચા કરવાની રહેશે નહિ.
કુત્રિમ બુધ્ધિ હવે તમને પ્રવાસમાં ગાઈડ કરશે. પ્રવાસના સાધનો,સલામતી તેમજ ડેસ્ટિનેશન એમ બધુ જ તે ગોઠવી આપશે. ક્યાં ટ્રાફિક જામ છે,ક્યાં વાવાઝોડુ છે,ક્યાં સિંદૂર છીનવાય એવું છે એ બધું જ આ કુત્રિમ બુધ્ધિ બતાવી દેશે.
હવે પ્રવાસ અને પરિવહનમાં ઊત્ક્રાંતિ આવી રહી છે. પ્રવાસની ક્ષમતા,સલામતી તેમજ ગ્રાહક અનુભવ વગેરેમાં સુધારો થઇ રહ્યો છે.
આ માટે કુત્રિમ બુધ્ધિ પાસે ૧૦૩ પ્રકારનો ડેટાબેઝ તૈયાર હોય છે. તમે કારમાં પ્રવાસે નીકળો ત્યારે તેમાંની 'અડાસ' (ADAS) સિસ્ટમ તમને સલામતી માટે સતત મદદ કરતી હોય છે. તમારી કાર બે સફેદ પટ્ટાની બહાર ના જાય તેનું ધ્યાન 'અડાસ' રાખે છે. તમે રસ્તાની બહાર ફેંકાય ના જાવ તેનું ધ્યાન પણ આ કુત્રિમ બુધ્ધિ રાખે છે.
'અડાસ' એટલે એડવાન્સ્ડ ડ્રાઇવર-આસીસ્ટન્ટ સિસ્ટમ. હવેની મોટાભાગની પ્રિમિયમ કારમાં આ સિસ્ટમ હોય છે. આ સિસ્ટમ તમને અથડામણ પહેલાં ચેતવણી પણ આપે છે અને એ રીતે અકસ્માતમાંથી બચાવી લે છે.
કૃત્રિમ બુદ્ધિ તમને ઓછા ટ્રાફિકવાળા માર્ગ બતાવે છે તેથી તમે ઝડપથી ગંતવ્ય સ્થળે પહોંચી શકો છો.
તમારે માટે ક્યું પ્રવાસન સ્થળ શ્રેષ્ઠ રહેશે એ પણ આ 'એઆઈ' નક્કી કરી આપે છે. હોટેલ બુકિંગ,ટેક્સી, બોટ,ટ્રેડિંગ બધું જ તેના ડેટામાં હોય છે. બસ સવાલ પૂછો એટલે જવાબ મળશે.
એઆઈથી ચાલતા ચેટબોટ અને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમને ૨૪/૭ કસ્ટમર સપોર્ટ આપે છે. તમારી તપાસના જવાબ આપે છે અને બુકિંગમાં પણ મદદ કરે છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે તમારા શોખ પ્રમાણે તમારા પ્રવાસની ''ઈટિનરરીઝ'' પણ તે નક્કી કરી આપે છે. એટલે કે તમારા ૧૦ દિવસના પ્રવાસની તમામ માહિતી તમને અગાઉથી આપી દે છે. ક્યાં શું જવું? ક્યાં ફરવું? ક્યા ખાવું? ટેકસી એરપોર્ટ ટુ એરપોર્ટ તમારી સાથે રહે એ બધું જ 'એઆઈ' ગોઠવી આપે છે.
મિત્રો, તમે જો આ ડિજિટલ દુનિયાને સમજી લો તો પુષ્કળ મજા અને સગવડ મળશે પણ એનાથી દૂર હશો તો તમે કેટલું ગુમાવો છો તેનો ખ્યાલ પણ નહિ આવે.
એક સર્વેક્ષણ પ્રમાણે ૨૦૨૫માં ૮૭ ટકા ભારતીય પ્રવાસીઓ પોતાના પ્રવાસની સફળતા માટે કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરશે. ૪૮ ટકા ભારતીયો અને તેમાંના ઘણા ગુજરાતીઓ ખાવા માટે કઈ રેસ્ટોરાં સારી તે શોધશે ! લગભગ અડધા પ્રવાસીઓ સલામત સ્થળ અને પ્રવાસ માટે 'એઆઈ'નો ઉપયોગ કરશે.
હવે વરચ્યુઅલ રિઆલિટી (VR) જોતા રહો અને જતાં પહેલાં પ્રવાસની મસ્તી માણતા રહો... !
- વસંત મિસ્ત્રી