VIDEO: બનાસકાંઠામાં શિક્ષણ વિભાગના નિયમો કાગળ પર જ સીમિત રહેવાના દાખલા જોવા મળે છે. દર શનિવારે બેગલેસ-ડે ઉજવાનો નિર્ણય તો લેવાયો હતો, પણ અમલવારી પ્રથમ દિવસે જ ન થઈ. ડીસામાં બાળકો શાળામાં બેગ લઈને જતા દેખાતા સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની અમલવારી ન થતી હોય તેવું સાબિત થયું..
ગુજરાત સહિત બનાસકાંઠા પંથકમાં પણ દર શનિવારે બેગલેસ-ડેની ઉજવણી અંતર્ગત બાળકોએ શાળાએ બેગ લીધા વગર આવવાનું તેવી જાહેરાત થઈ હતી, શિક્ષણ વિભાગે શાળાઓને સૂચના પણ પાઠવી હતી. પણ ઘણા શિક્ષણ સંસ્થાઓએ તો આ નિયમને નજરઅંદાજ કર્યો છે. પરિણામે બાળકો દરરોજની જેમ બેગ લઈને શાળામાં આવી રહ્યા છે શાળામાં આવતા બાળકોએ કહ્યું અમને શાળામાંથી એવું કોઈ કહેવામાં આવ્યું ન હતું કે આજે બેગ લઇને નહિ આવવું.
જો કે, સરકારનો ઉદ્દેશ્ય શાળામાં બાળકો પર શિક્ષણનો ભારણ ઓછું થાય અને બાળકો સપ્તાહના કોઈ એક દિવસ શાળાએ બેગ લઈને આવે અને શાળાઓ દ્વારા તે દિવસે બાળકોને રમત ગમત, ચિત્ર લેખન, સંગીત, નૃત્ય, સાહિત્યને લગતી ઇત્તર પ્રવૃત્તિ કરાવવાનો હતો જો આવો નિર્ણય સરકાર તરફથી લેવાય તો અમલ પણ ગંભીરતાથી થવો જોઈએ. બાળકોની પીઠ પરના ભારને ઘટાડવાનો પ્રયાસ અહીં નિષ્ફળ ગયો લાગે છે. શિક્ષણ વિભાગે ઠરાવ કરેલો હોય કે શાળાએ અમલ ન કર્યો હોય, જવાબદારી તો અંતે શાળાઓની હોય છે. જો નિયમો કાગળ પર જ રહે અને જમીન પર અમલ ન થાય તો વિદ્યાર્થીઓ માટે લેવાયેલા નિર્ણયોનો ફાયદો શૂન્ય બને છે.