Home / GSTV શતરંગ : Know what was in Einstein's love letters before marriage ?

GSTV શતરંગ / જાણો શું હતું આઇન્સ્ટાઇનના લગ્ન પહેલાના પ્રેમપત્રોમાં ?

GSTV શતરંગ / જાણો શું હતું આઇન્સ્ટાઇનના લગ્ન પહેલાના પ્રેમપત્રોમાં ?

- હરતાં ફરતાં

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'આઇન્સ્ટાઇન, હિસ્ટરી ઍન્ડ અધર પેશન્સ' નામક પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેમાં મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇનની એક બીજી સુંદર બાજુ જાવા મળે છે. આઇન્સ્ટાઇન જ્યુરિકમાં ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થી હતા ત્યારે મિલેવા મારિક નામની સર્બિયન સ્વીટહાર્ટના પ્રેમમાં પડયા હતા. ત્રણ વર્ષના રોમાન્સ બાદ મિલેવા આઇન્સ્ટાઇનની પત્ની બની હતી. લગ્ન પહેલાં લખેલા પ્રેમપત્રોમાં આઇન્સ્ટાઇને ડોલી અને લિટલ વિચ જેવાં સંબોધનો કર્યાં છે. પત્ર દર્શાવે છે કે પ્રેમરોગનો ભોગ બનેલા આઇન્સ્ટાઇન પોતાની 'પુસીકેટ' વગર રહી શકતા નહોતા. એમણે લખ્યું છે, ''તું ફરીવાર થોડી પળ માટે મારી પાસે આવી જા. આપણે એકમેકના ગહન માનસને ખૂબ સારી રીતે સમજીએ છીએ. એ ઉપરાંત સાથે બેસીને કોફી પીવાની અને સોસેજિસ વગેરે માણવાની પણ ખૂબ મજા પડે છે.'' વગેરે વગેરેનો આઇન્સ્ટાઇન શું અર્થ કરતા હતા તે જાણવા મળ્યું નહોતું. વગેરે શબ્દની નીચે તેમણે જાડી પેન્સિલથી અંડરલાઇન કરી હતી. બીજા એક પત્રમાં આઇન્સ્ટાઇને લખ્યું છે, ''તું મારા સ્વપ્નમાં ચાલી આવ અને વાદળી વસ્ત્ર લઇને આવ, જેને વીંટાળીને આપણે બેસી રહીએ.'' એક વિજ્ઞાનીના મગજ સાથે એક કવિનું મગજ પણ જાડાયેલું હતું.

જૂતાંની શોધ વિશે મહાભારતમાં પણ કહેવાયેલું?

આધુનિક સ્ત્રીઓ પહેરે છે તે શૂઝ કહેવાય છે. ગામડાની બાઇ પહેરે તે પગરખાં કે ચંપલા કહેવાય છે. જાડા, પાદત્રાણ, ઉપાન, કાંટારખાં, ખાસડાં, મોજડી, પાદરક્ષક, પાયરક્ખાં, પગરક્ખઉ અને ચામડી વગેરે નામથી ઓળખાતાં પગરખાંને બૂટ અને સેન્ડલ પણ કહે છે. જૂતાંની શોધ માટે પણ મહાભારતના અનુશાસન પર્વમાં અક નાનકડી કથા છે. જમદગ્નિ ઋષિ મનોરંજન માટે ઘણી વાર બાણ ફેંકતા, જંગલમાં નિશાન તાકતા અને ફેંકાયેલાં બાણ તેમની પત્ની રેણુકા વીણીને પાછાં લાવી આપતી. પતિના મનોરંજન માટે પરસેવો વાળીને સેવા કરે તેવી છોકરીનાં નામ પછી રેણુકા પડવા માંડયાં હતાં. આ રેણુકા જમદગ્નિ ઋષિની બાણક્રીડાની મદદમાં થોડી મોડી પડવા લાગી. ઋષિ સવારથી બાણક્રીડા કરતા હતા અને માથા પર સૂરજ આવ્યો તો પણ ઋષિ બાણનાં નિશાન તાકતા રહ્યા. સૂરજ ખૂબ તપ્યો અને ત્યારે હજી જૂતાંની શોધ થઈ નહોતી. ઋષિપત્નીને સખત તાપમાં પગબરણું લાગવા માંડયું. પગની કોમળ પાનીમાં ફરફોલા થવા માંડયા એટલે ઋષિ સૂરજ પર ખિજાયા. સૂરજ પર ગુસ્સો ઉતાર્યો. પોતાની તપશક્તિથી સૂરજ પર ઢાંકણ લાવી દીધું. સૂરજ તો ગભરાયો અને ઋષિ પાસે આવ્યો. સૂરજે રેણુકાજીની તકલીફ જાઈ. સૂરજે કહ્યું, એટલી જ વાત છે તો હું રેણુકાજીના પ્રોબ્લેમનો ઉકેલ લઈ આવું. અમ કહીને સૂરજ ઘાસનાં બનાવેલાં સુંદર જૂતાં અને છત્રી લઈ આવ્યો. તે ઉપરથી જૂતાં અને છત્રીની શોધ થઈ તેવી વાત મહાભારતમાં ભીમે યુધિષ્ઠિરને કરેલી.

* * *

પ્લેગની ભયાનકતાનો પરચો મધ્યયુગમાં જોવા મળેલો 

પ્લેગ કેટલો ભયાનક છે તેનો સૌથી ખતરનાક પરચો માનવજાતને ઈ.સ. ૧૩૩૮થી ૧૩૫૧ દરમિયાન જાવા મળેલો. એ તેર વર્ષ દરમિયાન આ રોગે યુરોપ અને મધ્ય અશિયા પર કબજો જમાવેલો અને અવો અંદાજ આંકવામાં આવે છે કે ત્યારે અ રોગને કારણે ૭૫ કરોડ લોકો મોતને ભેટેલા. એ પ્લેગને કારણે યુરોપની ત્રીજા ભાગની વસ્તી સાફ થઈ ગઈ હતી. ઇટાલીના ફ્લોરેન્સ શહેરના અડધોઅડધ લોકો અ પ્લેગના ચેપ પછી મોતને ભેટેલા. ફ્રાન્સના મર્સેલ્સ શહેરમાં પ્લેગને કારણે ૫૬,૦૦૦ લોકો મૃત્યુ પામેલા. અશિયા અને યુરોપના વિવિધ દેશોમાં ત્યારે એ રોગ જંગલની આગની માફક પ્રસરેલો. અ વખતે ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે લડાઈ ચાલી રહી હતી. પ્લેગ અ દેશો વચ્ચે સંધિ કરાવવા માટે કારણરૂપ બન્યો. બન્ને દેશોમાં લોકો ટપોટપ મરી રહ્યા હતા ત્યારે બીજા દેશ સાથે લડાઈ ચાલુ રાખવાનું શક્ય જ નહોતું. વિયેનામાં અ વખતે અક જ દિવસમાં ૯૬૦ લોકો પ્લેગથી પીડાઇને મૃત્યુ પામેલા. ત્યારના લોકજીવન વિશે નોંધાયું છે કે જેટલા પણ દેશોમાં પ્લેગ ફેલાયેલો એમાંના મોટા ભાગના દેશોમાં ત્યારે લોકોનું નૈતિક ધોરણ કથળી ગયું હતું અને ગુનાખોરી અત્યંત વધી ગઈ હતી.

* * *

આલ્કોહોલ શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે 

આલ્કોહોલ શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે. અલ અટલે અંગ્રેજીમાં ધ (The) અને કોહલ અટલે આંખનાં પોપચાંને રંગીને સુંદર બનાવનારો પાઉડર. આરબ સ્ત્રીઓ જે કાળો કોહલ વાપરે છે તે પાઉડર બનાવવાની પ્રક્રિયા અને દારૂ બનાવવાની પ્રક્રિયા અકસરખી છે. ફળ, અનાજ, ખાંડ, મધ અને દૂધમાંથી પણ દારૂ બને છે. આપણું લીવર આલ્કોહોલને પ્રોસેસ કરીને શરીરમાંથી બહાર ફેંકે છે. એક પેગ વ્હિસ્કી અગર પિન્ટ બિયરને પ્રોસેસ કરતાં લીવરને ૧ કલાક લાગે છે. મેસોપોટેમિયામાં પૂજારીઓને પૈસાને બદલે વેતનરૂપે મદિરાની બાટલી અપાતી હતી તેમ લંડનનું અક અખબાર કહે છે.

* * *

કૂતરો સજા-એ-મૌતમાંથી બચ્યો અને નહીં બચ્યો!

નોર્વેના કાનૂનજગતમાં અક રસપ્રદ ઘટના બની. ત્યાંની નીચલી અદાલતે અક કૂતરાને પડોશીના બતકને મારી નાખવાના આરોપસર સજા-એ-મૌત ફરમાવી, પરંતુ મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો ત્યારે કૂતરાને બાઇજ્જત બરી કરવામાં આવ્યો. શ્વાનના માલિકે સેસિલી ઉક્વિત્નેએ કહ્યું : ''અમારો કૂતરો મોતની સજાના આરે ઊભો હતો, પરંતુ તેણે પોતાની જાતને છોડાવી લીધી.'' જાકે એમાં કૂતરાએ પોતે કોઈ મોટી ધાડ નહોતી મારી. જીત તો વકીલની જ થઈ કહેવાય. બે બતકને મારી નાખનાર અને બીજા બે બતકને ઘાયલ કરનાર આ કૂતરા વિશે વકીલે એવી જોરદાર દલીલો કરી કે છેવટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 'શ્વાન પોતાની જન્મજાત વૃત્તિને અનુસરીને જીવે તેમાં કંઈ ખોટું નથી.' આ કિસ્સામાં ટ્રેજેડી એ છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તેના ત્રણ જ દિવસ પહેલાં આરોપી કૂતરો ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો. તેની ઘૂંટણની તકલીફ દૂર કરવા માટે કરાયેલી શસ્ત્રક્રિયા નિષ્ફળ નીવડી અને તે મૃત્યુ પામ્યો.

- વિક્રમ વકીલ

Related News

Icon