ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ લાઇસન્સના આધારે હથિયાર મળવાનો સિલસિલો શરૂ થયો હતો. ગુજરાતમાં બોગસ હથિયારના લાઇસન્સ મામલે ATSએ સોકત અલીની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત ATS દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોની પૂછપરછમાં મુકેશ બામ્ભા હરિયાણાના નૂંહમાં બંદુકની દુકાન ધરાવતા સોકત અલી, ફારૂક અલી, સોહિમ તથા આસીફને ઘણી મોટી રકમ આપી મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ પોતાના નામે બનાવડાવી હથિયારો ખરીદતો હતો.

