માટીએ ઘડાને પૂંછયું, 'હું પણ માટી... અને તૂ... પણ માટી...' પણ પાણી મને તાણીને દૂર લઇ જાય છે. અને તૂં પાણીને તારામાં સમાવી લે છે! દિવસો સુધી-મહિનાઓ સુધી તારી અંદર ભરી પડયું રહે છે. પરંતુ તે તને ઓગાળી શક્તું નથી. ઘડાએ જવાબ આપ્યો, ભાઈ ! એ જ સત્ય છે કે, હું પણ માટી અને તૂં પણ માટી... પરંતુ હું પહેલાં પાણીમાં ભીંજાઈ પગથી ચગદાઈ, તેમાંથી મને પીંડા બનાવીને ચાકડા પર ચડાવી ખૂબ જ ઘૂમાવતાં ઘૂમાવતાં મને આકાર આપીને ધગધગતાં તાપમાં મને તપાવ્યો. તપાવ્યા બાદ પણ મને ટકોરામારી ને ચકાસ્યો. હું તેમાં ખરો ઉતર્યો. મારામાં ક્ષમતા આવી. જેથી હવે પાણી મને કોઈ પરેશાની કરતું નથી...! મને મીટાવી શક્તું નથી !

