US Iran Nuclear Deal: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને કહ્યું છે કે, અમરાો દેશ પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખશે પરંતુ અમેરિકન ધમકીઓથી ડરશે નહીં. રાષ્ટ્રપતિએ નૌકાદળના અધિકારીઓને સંબોધતા કહ્યું કે, ‘અમે વાટાઘાટો કરી રહ્યા છીએ અને અમે વાટાઘાટો કરીશું, અમે યુદ્ધ ઈચ્છતા નથી, પરંતુ અમે કોઈપણ ધમકીથી ડરતા નથી.’

