ત્રણ વર્ષથી યુદ્ધ લડી રહેલા રશિયા-યુક્રેન વચ્ચે તુર્કેઈમાં ફરી શાંતિ મંત્રણા યોજાઈ હતી, જેમાં યુદ્ધવિરામ અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ બંને દેશો મૃતક સૈનિકોની અદલા-બદલી કરવા માટે સંમત થયા છે. તુર્કેઈની આગેવાનીમાં યોજાયેલી આ બેઠક ઈસ્તંબુલ સ્થિત ઐતિહાસિક ચિરાગન પેલેસમાં યોજાઈ હતી, જેમાં ત્રણે દેશોના વિદેશ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જોકે શરતોના કારણે યુદ્ધવિરામ કરવાનો નિર્ણય ફરી ટળ્યો છે.

