Emergency in PoK: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. ભારતની કાર્યવાહીની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે. જેના પગલે પાકિસ્તાને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

