અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટી તંત્રએ વિદેશ વિભાગમાં મોટાપાયે છટણી કરી છે. અમેરિકાની નીતિ હેઠળ વિદેશ વિભાગમાંથી 1300 રાજદ્વારીઓ અને સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે. આમાં 240 વિદેશી સેવા અધિકારી અને 1107 સરકારી કર્મીને નોકરીમાંથી હાંકી કઢાયા છે. ટ્રમ્પ તંત્રના અણઘડ નિર્ણયની ચોતરફ ટીકા શરૂ થઈ ગઈ છે. વિપક્ષો આ નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ અમેરિકાએ વધુ 600 કર્મચારીઓને હાંકી કાઢવાની યોજના બનાવી છે.

