FBI એક ભારતીય યુવકને શોધી રહી છે જેના પર તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. FBI 34 વર્ષીય ભાગેડુ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધી રહી છે. તે ફરાર હોવાથી તેને FBIની 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. 2015માં તેની પત્નીની હત્યાના આરોપથી તે યુએસ સ્ટેટ મેરીલેન્ડમાં વોન્ટેડ છે.

