6 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોની રમત માટે ગોલ્ડની અપેક્ષાઓ વધી રહી છે ત્યારે તમામને આશ્ચર્ય પમાડે તેવી જાહેરાતે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મ Atlysના સ્થાપક અને CEO મોહક નાહટાએ જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે તો તમામ ભારતીયો માટે મફત વિઝા આપવાનું વચન આપ્યું છે.

