ઈઝરાયલની સાથે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ઈઝરાયલી હુમલામાં ઘાયલ થયા હતા. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC)થી જોડાયેલ ફાર્સ ન્યૂઝ એજન્સીએ રવિવારે આ માહિતી આપી છે. જેમાં જણાવાયું છે કે, 16 જૂન 2025ના રોજ ઈરાનની રાજધાની તેહરાન પર થયેલા ઈઝરાયલી હુમલામાં રાષ્ટ્રપતિ પેઝેક્શિયન સામાન્ય રીતે ઘાયલ થયા હતા.

