અમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, તેનો અમને કોઈજ ખ્યાલ નહોતો. અમને લાગ્યું કે બીજા કોઈ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો વોશરૂમ જવાની વિનંતી કરી તો પણ અમને ધમકાવીને એક જ જગ્યાએ બેસવાની સૂચના આપી દેવામાં આવી હતી. આખરે મુસાફરીના શરૂ થયાના થોડા કલાક બાદ અમને વોશરૂમ જવાની છૂટ આપવામાં આવી હતી.

