Donald Trump VS Rosie O'donnell: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (12મી જુલાઈ) ટોક શો હોસ્ટ અને અભિનેત્રી રોઝી ઓ'ડોનેલને અમેરિકન નાગરિકતા છીનવી લેવાની ધમકી આપી હતી. કારણ કે, તેમણે ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં 199 લોકના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે ટ્રમ્પ સરકારની નીતિઓની નિંદા કરી હતી.

