વર્ષ 2000ની આસપાસ જન્મેલી પેઢીને Gen Z (‘જેન ઝી’ કે ‘જનરેશન ઝેડ’) કહેવામાં આવે છે. તાજેતરમાં આ પેઢીના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું ચલણ વધ્યું છે. ઘણી કંપનીઓ Gen Z ને નોકરી આપવામાં અચકાઈ રહી છે. એક રીતે જોઈએ તો આ પેઢી ઈન્ટરનેટ સાથે ઉછરેલી પહેલી પેઢી છે, તેથી તે વધુ ટેક્નોસેવી છે. તે યુવાન અને ઉત્સાહથી ભરેલી છે, છતાં તેમને નોકરીમાંથી પાણીચું આપવામાં આવી રહ્યું છે. આમ થવાના કારણો જોઈએ.

