આજથી ટેસ્ટ ક્રિકેટમાં એક મહાનજંગ થવા જઈ રહી છે. ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર WTC ફાઇનલ 2025 મેચ રમાશે. WTC ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી એટલે કે 11 જૂનથી રમાશે, જે 15 જૂન સુધી ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ પેટ કમિન્સ કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરશે.

