ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે સદી ફટકારી હતી. આ બંને ખેલાડીઓએ ઈંગ્લેન્ડના બોલરોને થકાવી દીધા અને મેદાન પર રનનો વરસાદ કર્યો હતો. બાદમાં, ટીમના વાઈસ-કેપ્ટન રિષભ પંતે પણ પોતાનો જલવો દેખાડ્યો. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવી શકી હતી.

