તમને દુનિયાના સૌથી મોટા વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબના ચાહકો દરેક જગ્યાએ મળશે. આ પ્લેટફોર્મ મનોરંજન તેમજ નવી વસ્તુઓ શીખવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. બુધવારે કંપનીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 20 અબજથી વધુ વિડિયો અપલોડ કરવામાં આવ્યા છે. બે દાયકા પહેલા એક ડિનર પાર્ટીમાં માત્ર એક વાતચીતથી તેની શરૂઆત થઈ હતી અને આજે આ પ્લેટફોર્મે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જાણો આના વિશે વિગતવાર...

