Home / World : US Embassy announcement in India

અમેરિકાના વિઝા જોઈતા હોય તો સોશિયલ મીડિયા હેન્ડલ બતાવવું પડશે, ભારતમાં US એમ્બેસીની જાહેરાત

અમેરિકાના વિઝા જોઈતા હોય તો સોશિયલ મીડિયા હેન્ડલ બતાવવું પડશે, ભારતમાં US એમ્બેસીની જાહેરાત

જો તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો, આ માહિતી તમારા માટે મહત્ત્વની છે. અમેરિકા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિઝિટર વિઝા પર જવા ઇચ્છતા લોકો માટે એક જરુરી સમાચાર આવ્યા છે. ભારતમાં યુએસ એમ્બેસીએ જાહેરાત કરી છે કે હવેથી F, M અને J વિઝા શ્રેણીઓમાં અરજી કરનારા તમામ લોકોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાહેર કરવા પડશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ નવો નિયમ કોને લાગુ પડશે?

આ નવો નિયમ F, M અને J વિઝા કેટેગરીઓ હેઠળના તમામ અરજદારોને લાગુ પડશે. અહીં તેને યોગ્ય રીતે સમજીએ. F વિઝા એ અમેરિકન કૉલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હોય છે. M વિઝા બિન-શૈક્ષણિક અથવા વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેતાં લોકો માટે છે. J વિઝામાં એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામમાં ભાગ લેતાં લોકો (જેમ કે રિસર્ચ સ્કોલર્સ, શિક્ષકો, તાલીમાર્થીઓ, વગેરે) સમાવેશ થાય છે.

કેમ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાશે

યુએસ એમ્બેસીના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાહેર કરવાથી વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરવામાં સરળતા રહેશે. યુએસમાં પ્રવેશવાની મંજૂરી અંગે નિર્ણય લઈ શકાય છે. વિઝા પ્રક્રિયામાં પારદર્શિતા અને સલામતી રહેશે. આ પગલું વિશ્વભરની તમામ અમેરિકા વિઝા ઑફિસોમાં લાગુ કરવામાં આવી રહ્યું છે, જેથી સંભવિત ખતરાઓને અગાઉથી શોધી શકાય.

કયા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ?

આ માટે તમારે તમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ પ્લેટફોર્મ, લિંક્ડઇન, યુટ્યુબ તેમજ જો તમારી પાસે ટિકટોક એકાઉન્ટ હોય તો, તે પણ જાહેર કરવું પડશે. આ સિવાય તમારી ઓનલાઇન એક્ટિવિટી દર્શાવતું અન્ય કોઈપણ પ્લેટફોર્મ હોય તો તેને પણ જાહેર કરવું પડશે.

DHS (US Homeland Security) શું કહે છે?

હાલમાં યુએસ હોમલૅન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS) એ પણ કહ્યું છે કે, યુએસ વિઝા એ અધિકાર નથી પરંતુ એક વિશેષાધિકાર છે. વિઝા મળ્યા પછી પણ તમારી તપાસ પૂરી થતી નથી. આનો અર્થ એ છે કે, જો કોઈની સોશિયલ મીડિયા પ્રોફાઇલ શંકાસ્પદ જણાય તો વિઝા રદ કરવામાં આવશે અથવા પ્રવેશ પર પણ  પ્રતિબંધ લગાવવામાં આવશે.

શું અસર થશે

કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના કન્ટેન્ટને ફરીથી તપાસ કરવામાં આવી શકે છે. પ્રાયવેટ માહિતી હવે અધિકારીઓની સામે હશે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી જૂની પોસ્ટ્સ પણ તપાસ હેઠળ આવી શકે છે. તેનાથી ખોટા દસ્તાવેજો અથવા ઓળખનો ઉપયોગ કરનારાઓની તપાસ કરવાનું સરળ બનશે.

હવે તમારે શું કરવું જોઈએ?

જે લોકો અમેરિકા જવાનું વિચારી રહ્યા છે અથવા તૈયારી કરી રહ્યા છે તેમણે તેમની બધી સોશિયલ મીડિયા પ્રોફાઇલ તપાસવી જોઈએ. બિનજરૂરી અથવા વિવાદાસ્પદ કન્ટેન્ટ ડિલીટ કરી દો. પ્રાયવસી સેટિંગ્સ પબ્લિક પર સેટ કરો. પ્રોફાઇલમાં આપેલ નામ, ફોટો, શિક્ષણ વગેરેને તમારા દસ્તાવેજો સાથે મેચ કરો. વિઝા ઇન્ટરવ્યુ પહેલાં આ બધું જ બરોબર કરી દો.

Related News

Icon