ઇઝરાયેલના હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ હુસૈન સલામી અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયાના અહેવાલ છે. સલામી ઉપરાંત, સરદાર રશીદ (ખાતમ અલ-અંબિયાના વડા), ડૉ. ફરીદાઉન અબ્બાસી (પરમાણુ વૈજ્ઞાનિક), ડૉ. તેહરાનચી (પરમાણુ વૈજ્ઞાનિક) સહિત ઈરાનની સેનાના ઘણા કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. આ હુમલામાં રાજધાની તેહરાન અને તેની આસપાસના અન્ય સ્થળો તેમજ અન્ય શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

