Home / World : Anger against Netanyahu reaches peak in Israel, people placing 'severed heads' on the streets

ઇઝરાયેલમાં નેતન્યાહૂ સામે ગુસ્સો ચરમસીમાએ, લોકોએ રસ્તાઓ પર 'કપાયેલા માથા' મૂકીને કર્યું પ્રદર્શન

ઇઝરાયેલમાં નેતન્યાહૂ સામે ગુસ્સો ચરમસીમાએ, લોકોએ રસ્તાઓ પર 'કપાયેલા માથા' મૂકીને કર્યું પ્રદર્શન
ઇઝરાયેલમાં નેતન્યાહુ વિરુદ્ધ લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. તેલ અવીવમાં શનિવારે રાત્રે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું, જેમાં લોકોએ નેતન્યાહુના ચહેરાવાળા માસ્ક સાથે 'લોહીથી ખરડાયેલા કપાયેલા માથા' જેવા પ્રતીકો રસ્તા પર મૂક્યા હતા. આ પ્રદર્શને દેશભરમાં હલચલ મચાવી દીધી છે. નેતન્યાહુએ આને 'અશોભનીય' અને 'રાજકીય હત્યાનું ષડયંત્ર' ગણાવ્યું છે.
 
પ્રદર્શન
ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, તેલ અવીવમાં એક વ્યક્તિ નકલી લોહીથી ખરડાયેલા પટ્ટાઓ સાથે રસ્તા પર પડેલો જોવા મળ્યો, જેની આસપાસ નેતન્યાહુના માસ્ક મૂકવામાં આવ્યા હતા, જેના પર "ગુનાહિત" અને "ખતરો" જેવા શબ્દો લખેલા હતા. આ દૃશ્યએ રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવ્યું.
 
નેતન્યાહુની પ્રતિક્રિયા 
નેતન્યાહુએ આ પ્રદર્શનને "હત્યા માટે સીધી ઉશ્કેરણી" ગણાવીને કહ્યું, "આ પ્રદર્શન બંધકોની મદદ નથી કરી રહ્યું, પરંતુ તેમને બલિનો બકરો બનાવી સરકાર પાડવાનું ષડયંત્ર છે." તેમણે આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટને સવાલ કર્યો કે આવા હિંસક પ્રતીકો સામે અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી થઈ.
 
લિકુડ પાર્ટીનું નિવેદન
નેતન્યાહુની લિકુડ પાર્ટીએ પ્રદર્શનને "પાગલપન" ગણાવીને કહ્યું, "આ વડાપ્રધાનની હત્યા માટે ખૂલલીયયાં ઉશ્કેરણી છે."  એટર્ની જનરલ અને શિન બેટના વડા રોનેન બાર આને રોકવા માટે શું કરી રહ્યા છે?
 
નેતન્યાહુ-શિન બેટ વિવાદ
નેતન્યાહુએ તાજેતરમાં 'કતારગેટ' ઘોટાળાની તપાસ દરમિયાન શિન બેટના વડા રોનેન બારને બરતરફ કર્યા હતા. વિપક્ષે આ પગલાને તપાસ દબાવવાનો પ્રયાસ ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. વિપક્ષી નેતા યાયર લેપિડે ચેતવણી આપી કે નેતન્યાહુનું વલણ દેશને "રાજકીય હત્યા" તરફ ધકેલી શકે છે.
 
પ્રદર્શનનું કારણ
લોકોનો ગુસ્સો નેતન્યાહુની નીતિઓ, ખાસ કરીને ગાઝામાં યુદ્ધવિરામની નિષ્ફળતા અને બંધકોની મુક્તિ માટે પૂરતા પ્રયાસો ન કરવાના આક્ષેપો સાથે સંબંધિત છે. વધુમાં, નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના આરોપો અને તપાસને અટકાવવાના પ્રયાસોનો પણ આક્ષેપ છે, જેની તપાસ શિન બેટ કરી રહી છે.
 
આ ઉગ્ર પ્રદર્શન ઇઝરાયેલના આંતરિક રાજકીય સંકટ અને નેતન્યાહુની નીતિઓ પર લોકોની નારાજગીને દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અને આગામી રાજકીય ઘટનાઓ આ સ્થિતિને વધુ નિર્ધારિત કરશે.
Related News

Icon