Home / Gujarat : Heavy rains forecast from July 2 to 3

Gujaratમાં 2થી 3 જુલાઈ ભારે વરસાદની આગાહી, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujaratમાં 2થી 3 જુલાઈ ભારે વરસાદની આગાહી, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Rain Forecast: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનના કારણે વરસાદ છે. ૨થી ૩ જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવે છે. અમદાવાદમાં આજે યેલો એલર્ટ છે. બેથી ત્રણ જુલાઈ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Related News

Icon