Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ- કોલેરાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં 20થી વધુ બાળખને કમળાની અસર છે. કમળો પાણીજન્ય રોગ છે. હાલમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પીવાનું પાણી વિતરણ કરતા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. શહેરીજનોને ફિલ્ટર કર્યા વિનાનું પાણી વિતરિત કરાઈ રહ્યું છે. જેના પગલે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર સહિત 3 લાખની જનતાને ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીજન્ય રોગોના કારણે શરદી ઉધરસ તાવ અને કમળાના રોગો થયો હોવાનો બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીજન્ય રોગો જેવા કે ડેંગ્યુ, કોલેરા, કમળો, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવાનું ગણાય છે. શરદી, ઉધરસ, તાવ અને કમળો જેવા રોગો પાણીના કારણે થયા છે એવું લોકોનું માનવું છે.