
Rajkot news: રાજકોટમાં શિવાજી સેના દ્વારા આયોજિત 555 દીકરીઓના સમુહ લગ્નમાં નકલી દાગીના આપવા મામલે આયોજક વિક્રમ સોરાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે સમુહ લગ્નમાં દીકરીઓને માત્ર એક સોનાની ચૂક આપવામા આવી હતી. કોઈને સમજણફેર થઈ હોય આ પ્રકારની ઘટના બની છે. અને જો કોઈને અન્યાય થયો છે તો અમે તેમને સોનાની જે ચૂક છે તે બદલી આપીશું.
ઉલ્લેખનિય છેકે રાજકોટમાં 27 એપ્રિલે શિવાજી સેના દ્વારા 555 દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં લખતરના એક પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નકલી દાગીના અપાયાની અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને આયોજક વિક્રમ સોરાણી સહિતના સંગઠનના સભ્યોએ વિડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે મર્યાદિત સમૂહ લગ્નનું આયોજન કરવાની વાત કરી હતી.