
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે. પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહમાટે 152 કેન્દ્રો પર પરીક્ષા યોજાૂઈ
વિજ્ઞાન પ્રવાહમાટે152 કેન્દ્રો પર પરીક્ષા યોજાૂઈ હતી. જેમાં કુલ 100575 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 83987 વિધાર્થીઓ પાસ થયા છે. કુલ 83.51% પરિણામ આવ્યું છે. સૌથી વધુ +92.91% પરિણામ મોરબી જિલ્લાનું નોંધાયું છે, તો બીજી તરફ સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 59.15%નું નોંધાયું છે.
આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે. મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આગળ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકા સાથે મોરબી જિલ્લો પ્રથમ છે.
સામાન્ય પ્રવાહમાં રાજ્યના 516 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ
સામાન્ય પ્રવાહમાં રાજ્યના 516 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી. 3,62,506 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 3,37,387 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે 93.07% પરિણામ સામાન્ય પ્રવાહનું આવ્યું છે. તો બીજી તરફ 100 ટકા પરિણામ ધરાવતી 2005 શાળાઓ છે અને 10%થી ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ છે. સામાન્ય પ્રવાહમાં વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠ બન્યો છે. 97.20% પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો છે. તો 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લો સોથી ઓછો બન્યો છે.
બનાસકાંઠામાં સામાન્ય પ્રવાહનું રાજ્યમાં સૌથી વધુ 97.2 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્મયમાં 93.97 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછુ પરિણામ
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી
આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે
ધોરણ 12ના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. આજે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે