
Indian Currency: ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. બેંક તરફથી શનિવારે આ અંગે માહિતી આપવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે, નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.
મળતી વિગતો અનુસાર, હવે રૂપિયા 20ની નવી નોટ આરબીઆઈ બહાર પાડશે. અને આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધી ન્યૂ સિરીઝની 20 રૂપિયાની નોટ જેવી જ હશે. આ સાથે જ આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, 20 રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ ચલણમાં યથાવત્ રહેશે. તેનો મતલબ છે કે જે નોટ પહેલાથી ચાલી આવી છે તે બંધ નહીં કરવામાં આવે. પરંતુ નવી નોટને તેમાં સામેલ કરી દેવાશે. જૂની નોટોના ચલણ પર કોઈ પ્રકારની રોક-ટોક નહીં લગાવવામાં આવે.