Home / Gujarat / Ahmedabad : Special instructions were given to BJP spokespersons at the Congress session

Ahmedabad news: કોંગ્રેસના અધિવેશન પર ભાજપના પ્રવક્તાઓને અપાઈ ખાસ સૂચના, જાણો શું છે સમગ્ર મામલો

Ahmedabad news: કોંગ્રેસના અધિવેશન પર ભાજપના પ્રવક્તાઓને અપાઈ ખાસ સૂચના, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદમાં બે દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ અધિવેશનમાં દિગ્ગજ નેતાઓ હાજરી આપવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન

અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે.આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે. 

અધિવેશન મામલે ભાજપના પ્રવક્તાઓને ખાસ સૂચના 

અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન મામલે ભાજપના પ્રવક્તાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  બીજેપી પ્રવક્તાઓને કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવા પ્રદેશ બીજેપીમાંથી સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારના નિવેદનોથી દૂર રહેવા ખાસ સૂચન અપાયું છે.

Related News

Icon