અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળોનો કાફલો શહેરમાં ફરજ બજાવી રહ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રથયાત્રાના બંદોબસ્તમાં અત્યાધુનિક એઆઈ આધારિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે રથયાત્રાના રૂટ પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર બાજનજર રાખવામાં આવી રહી છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રથયાત્રાના બંદોબસ્તમાં અત્યાધુનિક એઆઈ આધારિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેમેરા થકી કન્ટ્રોલ રૂમમાંથી સમગ્ર રૂટ પર ચાંપતી નજરે રાખવામાં આવશે.