અમદાવાદમાં 12મી જૂને બપોરે એક દુઃખદ ઘટના બની હતી. જેમાં એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ અવસાન થયું હતું. હાલ આ પ્લેન ક્રેશની ઘટના કેવી રીતે બની તેની એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલ અમદાવાદ સિવિલમાં મૃતદેહોના DNA મેચની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમગ્ર ઘટના અંગે AI આધારિત એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મ જોતાં જ દિલ હચમચી જશે.