Home / Gujarat / Ahmedabad : FRC committee takes major action against Ahmedabad International School

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ પર FRC કમિટીની મોટી કાર્યવાહી, 5 લાખનો ફટકાર્યો દંડ

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ પર FRC કમિટીની મોટી કાર્યવાહી, 5 લાખનો ફટકાર્યો દંડ

અમદાવાદની જાણીતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને FRC કમિટીએ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ફી કમિટીની મંજૂરી વિના ગુજરાતી મધ્યમના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવતા FRC દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદની નામચીન અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને FRC કમિટીએ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. શાળા દ્વારા ફી કમિટીની મંજૂરી વિના જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. ગુજરાતી માધ્યમન વિદ્યાર્થીઓ પાસેથી એફિડેવિટ રજૂ કર્યા સિવાય વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી.  દર વર્ષે એફિડેવિટ રજૂ કરવા કેટલાય સૂચન આપવા છતાં શાળાએ તે રજૂ નહોતું કર્યું.

શાળા દ્વારા  છેલ્લા છ વર્ષથી એફિડેવિટ રજૂ કર્યા સિવાય વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. જેની FRC કમિટીને ફરિયાદ મળતા મોટી કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા છ વર્ષથી વિદ્યાર્થીઓ પાસેથી 600 રૂપિયાની ફી વસૂલવામાં આવતી હતી. RTIના વિદ્યાર્થીઓની ફી પણ સરકાર પાસેથી મંજૂરી લીધા વિના વસૂલવામાં આવતી હતી. વધારે ઉઘરાવવામાં આવેલી ફી રિકવરી કરવા ફી રેગ્યુલેટરી કમિટીએ આદેશ કર્યો

Related News

Icon